ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ માટેની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે , રાજય સરકાર દ્વારા coVID - 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ માટેની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરેલ છે . ઉક્ત બાબત ધ્યાને લેતાં ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા એક વિષયમાં નાપાસ ઉમેદવારોને બદલે બે વિષયમાં નાપાસ ઉમેદવારો માટે નવેસરથી ઓનલાઈન આવેદનપત્ર મેળવવા અને નવેસરથી બેઠક વ્યવસ્થા ગોઠવવાની થતી હોય તેમજ બે વિષયમાં નાપાસ ઉમેદવારોને પૂરક પરીક્ષામાં તૈયારીનો સમય મળી રહે તે માટે ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનો અગાઉ જાહેર કરેલ પૂરક પરીક્ષાની તા .૨૩ / ૦૮ / ૨૦૨૦ નો પરીક્ષાનો કાર્યક્રમ રદ કરવામાં આવે છે . બોર્ડ દ્વારા ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ માટે નવી તારીખ અને તેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે . જેની લાગતા વળગતા વિદ્યાર્થી , વાલી અને શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી , ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.રપ ૦૮ / ૨૦૨૦ થી તા .૨૮ / ૦૮ / ૨૦૨૦ દરમિયાન યોજાવાની છે . જેની સબંધિતોએ નોંધ લેવી . તારીખ : -૧૪/૦૮/૨૦૨૦