એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા :- અહીં ક્લીક કરો
ગુજકેટ 2020 એડમીશન કાર્ડ ( પ્રવેશિકા / Hall Ticket ) ડાઉનલોડ કરવાની રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે તા .૨૪ / ૦૮ / ૨૦૨૦ , સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ( ગુજકેટ ) - ૨૦૨૦ ની પરીક્ષાનું નવું એડમીશન કાર્ડ ( પ્રવેશિક / Hall Ticket ) ફક્ત ઓનલાઇન મૂકવામાં આવેલ છે . જેની ગુજકેટ -૨૦૨૦ ના તમામ ઉમેદવારોએ , વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાનપ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે . ૩૧/0૩/૨૦૨૦ ના રોજ યોજાનાર GUJCET - 2020 પરીક્ષા રદ થયેલ હતી , coVID - 19 ની પરીસ્થિતિના કારણે બોર્ડ દ્વારા નવેસરથી પરીક્ષાની બેઠકવ્યવસ્થા કરવામાં આવેલ છે , અગાઉ Download કરેલ જૂની તારીખ ( 3 ૧/0૩/૨૦૨૦ ) વાળું એડમીશન કાર્ડ ( પ્રવેશિક / Hall Ticket ) માન્ય રહેશે નહી અને પ્રવેશ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહી જેની ખાસ નોંધ લેવી . ગુજકેટ -૨૦૨૦ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમીશન કાર્ડ ( પ્રવેશિકા ) બોર્ડની વેબસાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી તા .૧૩ / ૦૮ / ૨૦૨૦ , ગુરૂવાર ( સાંજે ૧૮ : ૦૦ કલાક ) થી Download કરવાનું રહેશે . જેમાં ઉમેદવારોએ ગુજકેટ -૨૦૨૦ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ - મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા ઍપ્લીકેશન નંબર દાખલ કરી એડમીશન કાર્ડ ( પ્રવેશિકા / Hall Ticket ) ડાઉનલોડ કરવાની રહેશે . ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમીશન કાર્ડ ( પ્રવેશિકા ) Search કરી અને જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે . આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નો ઉપયોગ કરી લોગ - ઇન કરીને પોતાની શાળાના ગુજકેટ -૨૦૨૦ માટેના ઉમેદવારોના એડમીશન કાર્ડ ( પ્રવેશિક / Hall Ticket ) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે . ગુજકેટ -૨૦૨૦ માટેની એડમીશન કાર્ડ ( પ્રવેશિકા / Hall Ticket ) ફકત ઓનલાઇન માધ્યમથી મળી રહેશે જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે . આ હોલટીકીટ પર શાળાના આચાર્યશ્રીઓનો સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો . વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમ્યાન એડમીશન કાર્ડ ( પ્રવેશિકા / Hall Ticket ) સાથે કોઇ પણ એક ફોટો આઈ ડી પૂફા ( આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ -૧૨ ની મુખ્ય પરીક્ષાની હોલટીકીટ ) સાથે લઈ જવાનું રહેશે . જેની ખાસ નોંધ લેવી . તા- ૧૩/૦૮/૨૦૨૦ , ગુરૂવાર સ્થળ - ગાંધીનગર ( જે , છે . પંડ્યા નાયબ નિયામક ( પરીક્ષા ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર